28 December, 2025 11:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિષભ પંત અને રાહુલ તેવટિયાએ સાથે મળીને નીતીશ રાણાની ૩૨મી વર્ષગાંઠ બનાવી યાદગાર
દિલ્હી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલો ટૉપ ઑર્ડર બૅટર નીતીશ રાણા ગઈ કાલે પોતાની બત્રીસમી વર્ષગાંઠ પર પોતાની ફૅમિલીથી દૂર હતો. આ વર્ષે મે મહિનામાં તે બે બાળકોનો પપ્પા બન્યો હતો એટલે કે પિતા તરીકે આ તેની પહેલી વર્ષગાંઠ હતી. જોકે બૅન્ગલોરમાં દિલ્હીના કૅપ્ટન રિષભ પંત અને હરિયાણા માટે રમતા રાહુલ તેવટિયાએ તેની આ વર્ષગાંઠને હોટેલ-રૂમમાં યાદગાર બનાવી હતી.
રિષભ અને રાહુલ બે કેક લઈને નીતીશ રાણાના રૂમમાં પહોંચ્યા હતા. કેક-કટિંગ દરમ્યાન નીતીશની પત્ની વિડિયો-કૉલ પર લાઇવ સેલિબ્રેશન નિહાળી રહી હતી. ત્યાર રિષભ અને રાહુલે તેના ચહેરા પર કેક લગાડીને સેલિબ્રેશન કર્યું હતું. દિલ્હી સહિત હરિયાણાની ટીમ પણ બૅન્ગલોરમાં પોતાની વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ-સ્ટેજ મૅચ રમી રહી છે.