આદિ કૈલાશ પહોંચીને મંત્રમુગ્ધ થયો રિષભ પંત

16 June, 2026 11:35 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પોસ્ટની કૅપ્શનમાં રિષભ પંતે લખ્યું હતું કે, ઓમ નમ: શિવાય

રિષભ પંત પહોંચ્યો આદિ કૈલાશ

ભારતના વિકેટકીપર-બૅટર રિષભ પંતે હાલમાં પોતાની એક ધાર્મિક ટૂરના ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં રિષભ પંત આદિ કૈશાલ અને ઓમ પર્વતનાં દૃશ્યો નિહાળતો જોવા મળ્યો હતો. 
સોશ્યલ મીડિયા પોસ્ટની કૅપ્શનમાં રિષભ પંતે લખ્યું હતું કે ‘ઓમ નમ: શિવાય. આપણા ઉત્તરાખંડમાં ખરેખર કંઈ ખાસ વાત છે.’ અહેવાલ અનુસાર ઉત્તરાખંડમાં જ જન્મેલો પંત આ ધાર્મિક ટૂર દરમ્યાન સ્થાનિક ગામમાં રોકાયો હતો અને લોકો સાથે ફોટો પણ પડાવ્યા હતા. 

Rishabh Pant culture news cricket news sports sports news uttarakhand