02 July, 2025 10:12 AM IST | London | Gujarati Mid-day Correspondent
રિષભ પંત
ભારતના યંગ વિકેટકીપર રિષભ પંતે સાઉથ એશિયામાં સ્વચ્છ હવા વિશે જાગૃતિ લાવવા અને ટકાઉ પર્યાવરણ માટે સામૂહિક કાર્યવાહીના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ બૅન્ક સાથે ભાગીદારી કરી છે. વર્લ્ડ બૅન્કે શૅર કરેલા વિડિયોમાં રિષભે કહ્યું, ‘વસુધૈવ કુટુંબકમ એટલે કે વિશ્વ એક પરિવાર છે. દુનિયા એક ડ્રેસિંગ રૂમ જેવી છે અને આપણે બધા એક જ ટીમ માટે રમીએ છીએ. જો આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરવા માટે સાથે મળીને કામ કરીએ તો આપણે વિશ્વને એક સ્વસ્થ અને સ્વચ્છ સ્થળ બનાવી શકીએ છીએ.’
રિષભ નેક્સ્ટ બૉલ પર શું કરશે એની કોઈને ખબર નથી હોતી. તે એક બોલર તરીકે તમને સતર્ક રાખે છે. જ્યારે તે ક્રીઝ પર હોય ત્યારે રમતનો ભાગ બનવું ખૂબ જ રોમાંચક હોય છે.
- ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ
ભલે તે મારી હરીફ ટીમમાં હોય, મને રિષભ પંતને રમતાે જોવાનું ગમે છે. તે પ્રતિભાશાળી અને ખૂબ જ ખતરનાક પ્લેયર છે.
- ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ