28 March, 2025 10:43 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
હોમ ટાઉન ગુવાહાટીના મેદાન પર રિયાન પરાગને મળવા પહોંચી ગયો હતો ફૅન.
રાજસ્થાન રૉયલ્સ (RR)ના ૨૩ વર્ષના યંગેસ્ટ કૅપ્ટન રિયાન પરાગે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક શરમજનક રેકૉર્ડ બનાવ્યો છે. અનફિટ સંજુ સૅમસનના સ્થાને પહેલી ત્રણ મૅચમાં ટીમનું નેતૃત્વ કરનાર રિયાન પરાગને પોતાની કૅપ્ટન્સીમાં પહેલી બન્ને મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે રાજસ્થાન રૉયલ્સનો પહેલો કૅપ્ટન છે જેની કૅપ્ટન્સીમાં ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ છે. આ સ્ટૅન્ડ-ઇન કૅપ્ટનને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૪૪ રનથી અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઠ વિકેટે હાર મળી છે.
પ્રથમ બે IPL મૅચમાં RR કૅપ્ટન્સનો રેકૉર્ડ |
|
શેન વૉર્ન |
૧ જીત, ૧ હાર |
રાહુલ દ્રવિડ |
બે જીત |
શેન વૉટસન |
૧ જીત, ૧ હાર |
સ્ટીવ સ્મિથ |
બે જીત |
અજિંક્ય રહાણે |
૧ જીત, ૧ હાર |
સંજુ સૅમસન |
૧ જીત, ૧ હાર |
રિયાન પરાગ |
બે હાર |