12 February, 2026 10:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૂર્યકુમાર યાદવ નવી કિટમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને વર્તમાન ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો સુકાની તરીકે ૪૪ મૅચ રમ્યા બાદ T20 જીતનો રેકૉર્ડ એક સરખો જોવા મળ્યો છે. રોહિતે ૪૪ T20માં ભારતને ૩૫ જીત અપાવી અને ૯ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ પોતાની પહેલી ૪૪ મૅચમાં ભારતને ૩૫ જીત અપાવી અને ૭ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો.
રોહિત શર્મા ટોટલ ૬૨ મૅચમાં ૫૦ જીત અને ૧૨ હાર સાથે ભારતનો સૌથી સફળ T20 કૅપ્ટન છે. કૅપ્ટન તરીકે તેની જીતની ટકાવારી ૭૯.૦૩ છે. કૅપ્ટન સૂર્યાની જીતની ટકાવારી ૭૫ છે.