મસ્તીખોર રોહિત શર્માએ મિત્રોને પેનથી આપ્યો ઇલેક્ટ્રિક શૉક

08 November, 2025 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની રણજી ટીમ સાથે જિમમાં પ્રૅક્ટિસ કરી રહેલો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણી પણ રોહિતના આ પ્રૅન્કનો શિકાર બન્યો હતો. સોશ્યલ મીડિયા પર રોહિત શર્માનો આ મસ્તીખોર અવતાર ભારે ચર્ચામાં છે.

જિમમાં પ્રૅક્ટિસ કરી રહેલા ધવલ કુલકર્ણીને પેનથી ઇલેક્ટ્રિક શૉક આપીને ખૂબ હસ્યો હતો રોહિત શર્મા.

રોહિત શર્મા હાલમાં મુંબઈમાં નજીકના લોકો સાથે સૌથી વધુ સમય પસાર કરી રહ્યો છે. તેના સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં રોહિત શર્મા ઇલેક્ટ્રિક શૉક આપતી પેનથી નજીકના મિત્રોને ઝટકો આપતો જોવા મળ્યો હતો. મુંબઈની રણજી ટીમ સાથે જિમમાં પ્રૅક્ટિસ કરી રહેલો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણી પણ રોહિતના આ પ્રૅન્કનો શિકાર બન્યો હતો. સોશ્યલ મીડિયા પર રોહિત શર્માનો આ મસ્તીખોર અવતાર ભારે ચર્ચામાં છે.

rohit sharma social media viral videos cricket news sports news sports