17 November, 2025 12:01 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતના અનુભવી ક્રિકેટર રોહિત શર્માનો દીકરો અહાન ૧૫ નવેમ્બરે એક વર્ષનો થયો હતો. તેમણે તેની વર્ષગાંઠની ઉજવણી કતરના દોહામાં કરી હતી. રોહિત અને રિતિકાએ દીકરી સમાયરા અને અહાન સાથેની ઉજવણીના ફોટો શૅર કર્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા સાથે રમતો ક્રિકેટર તિલક વર્મા હિટમૅનની ફૅમિલીની ખૂબ નજીક છે.
તેણે અને સમાયરાએ અહાન માટે એક સ્પેશ્યલ જર્સી પહેરી હતી જેના પર લખ્યું હતું, ‘Start Your Engines... Ahaan is 1.’