20 November, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં એક હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી સાથેના ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બનીને રોહિત શર્માએ તેની વન-ડે કરીઅરમાં પ્રથમ વાર વન-ડે બૅટ્સમેનોના રૅન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. જોકે ગઈ કાલે જાહેર થયેલા નવા રૅન્કિંગમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ઉમદા પર્ફોર્મન્સના જોરે ન્યુ ઝીલૅન્ડના ડૅરિલ મિચલે રોહિત પાસેથી આ સ્થાન આંચકી લીધું હતું. મિચલે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં કરીઅરની સાતમી સેન્ચુરી ફટકારી હતી.
મિચલ વન-ડેમાં નંબર વન બૅટર બનનાર ન્યુ ઝીલૅન્ડનો બીજો બૅટ્સમૅન બન્યો હતો. આ પહેલાં ૧૯૭૯માં ગ્લેન ટર્નરે આ કમાલ કરી હતી.