12 June, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
શનિવારથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ધરમશાલા, લખનઉ અને ચેન્નઈમાં રમાવાની છે. ભારતનો અનુભવી બૅટર રોહિત શર્મા હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને હવે આ વન-ડે સિરીઝ રમવા માટે ફિટ છે. મોહાલીમાં પ્રૅક્ટિસ કર્યા બાદ રોહિત શર્મા સાથી પ્લેયર્સ સાથે ગઈ કાલે ધરમશાલા પહોંચ્યો છે. અફઘાનિસ્તાન સામેની વન-ડે મૅચમાં રમીને રોહિત શર્મા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનો ૩૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી શકે છે. મોહિન્દર અમરનાથના નામે ભારત તરફથી ૩૯ વર્ષ ૩૬ દિવસની સૌથી મોટી ઉંમરે વન-ડે મૅચ રમવાનો રેકૉર્ડ છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી વન-ડે વર્ષ ૧૯૮૯માં રમી હતી. શનિવારે અફઘાનિસ્તાન સામે પહેલી વન-ડે રમશે ત્યારે રોહિત શર્માની ઉંમર ૩૯ વર્ષ ૪૪ દિવસની થશે.