રૂટ ખેલભાવનાથી દિલ જીત્યો, પણ મૅચ હાર્યો

20 July, 2021 12:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના કૅપ્ટન જૉ રૂટે કાઉન્ટીની એક મૅચ દરમ્યાન તેની ખેલભાવનાને લીધે ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં, પણ તેની ટીમે હારનો સામાનો કરવો પડ્યો હતો.

રૂટ ખેલભાવનાથી દિલ જીત્યો, પણ મૅચ હાર્યો

ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમના કૅપ્ટન જૉ રૂટે કાઉન્ટીની એક મૅચ દરમ્યાન તેની ખેલભાવનાને લીધે ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં, પણ તેની ટીમે હારનો સામાનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ડોમેસ્કિટ ટી૨૦ લીગમાં લૅન્કેશરને જીતવા માટે ૧૫ બૉલમાં ૧૮ રનની જરૂર હતી ત્યારે રનઆઉટ કરવાનો આસાન મોકો હરીફ ટીમ યૉર્કશરના કૅપ્ટન રૂટે જતો કરીને ખેલભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બૅટ્સમૅન લુક વેલ્સ ફટકો મારીને રન લેવા દોડ્યો ત્યારે નૉન-સ્ટ્રાઇકર એન્ડનો બૅટ્મૅન સ્ટીફન ક્રૉફ્ટ થોડું દોડ્યા બાદ પગમાં ઈજા થતા પડી ગયો હતો. રૂટ ચાહત તો તેને રનઆઉટ કરી શકત, પણ તેણે વિકેટકીપરને આઉટ કરવાની ના પાડી હતી. જોકે ટીમને રૂટની આ ખેલદિલી ભારે પડી હતી અને એ સ્ટીફન ક્રૉફ્ટે જ અણનમ ૨૬ રન કરીને મૅચ જિતાડી હતી.  

sports news cricket