24 April, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંતને ઝીરો પર આઉટ કરીને ઉગ્ર ઉજવણી કરવા બદલ રાજસ્થાનના નાન્દ્રે બર્ગરને ૧૦ ટકા મૅચ ફીનો દંડ
રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ દરમ્યાન આચારસંહિતાના ભંગ બદલ મૅચ-ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. અપમાનજનક ભાષા અને આક્રમક પ્રતિક્રિયા આપીને તેણે આચારસંહિતાના કલમ ૨.૫નું ઉલ્લંઘન કર્યું હતું. લખનઉના કૅપ્ટન રિષભ પંતને તેણે ઝીરોના સ્કોર પર વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલના હાથે કૅચઆઉટ કરાવીને ઉગ્ર ઉજવણી કરી હતી. તેને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે. આ મૅચમાં ૨૭ રન આપીને બે વિકેટ લેનાર આ સાઉથ આફ્રિકન ડાબોડી બોલર વર્તમાન સીઝનમાં ૭ મૅચમાં ૮ વિકેટ લઈ ચૂક્યો છે. ૨૦૨૪માં રાજસ્થાન માટે ૫૦ લાખમાં રમ્યા બાદ તે ૨૦૨૬ની સીઝનમાં ૩.૫૦ કરોડ રૂપિયામાં રમી રહ્યો છે.