12 May, 2025 07:04 AM IST | Agra | Gujarati Mid-day Correspondent
રાયન રિકલ્ટને શૅર કરેલી તસવીરો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલેલા સૈન્યસંઘર્ષને કારણે સાઉથ આફ્રિકાના બૅટર ડેવિડ મિલર સહિતના કેટલાક વિદેશી પ્લેયર્સે ભારત છોડવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના વિદેશી ઓપનર રાયન રિકલ્ટને ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો ઉપયોગ ભારતની સુંદરતા નિહાળવા માટે કર્યો હતો. સાઉથ આફ્રિકાનો રાયન રિકલ્ટન ઉત્તર પ્રદેશમાં તાજમહલ સહિતનાં ફેમસ સ્થળોની મુલાકાત લેવા પહોંચ્યો હતો. તેણે ગઈ કાલે ફૅમિલી સાથેના આ સ્થળોના ફોટો શૅર કર્યા હતા.