21 June, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીસાન્ત
ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક શાયરી કહેતો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં ભજ્જી કહે છે કે કિસીને બહોત ખૂબ કહાં હૈ, ‘કરને દો જો લોગ બકવાસ કરતે હૈં, ખાલી બર્તન હી તો આવાઝ કરતે હૈં.’
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે હાલમાં જ ભજ્જીને રિંગમાં ફાઇટ કરવાની ચૅલેન્જ કરી હતી. IPL 2008માં શ્રીસાન્તને થપ્પડ મારીને હરભજન સિંહે મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ વિવાદનાં ઘણાં વર્ષો બાદ બન્ને વચ્ચેના સંબંધો સુધર્યા હતા. બન્ને એકબીજા સાથે મૅચ રમતા અને પોડકાસ્ટમાં ભાગ લેતા પણ જોવા મળ્યા હતા.
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ થોડા સમય પહેલાં આ થપ્પડકાંડનો દુર્લભ વિડિયો શૅર કરીને વિવાદની યાદો તાજી કરાવી હતી. આ જ સમયગાળામાં ભજ્જીએ પોતાની એક વિડિયો જાહેરાતમાં ‘બરાબર થપ્પડ મારી જાય તો સબ થીક હો જાતા હૈં’ એવું કહીને શ્રીસાન્ત સાથેના સંબંધો ફરી બગાડ્યા હતા.