✕

નિર્ણાયક ટેસ્ટ-મૅચના પહેલા દિવસે સાઉથ આફ્રિકા ૩૨૯ રનમાં ઑલઆઉટ

28 October, 2026 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિચલ સ્ટાર્કે ૬ વિકેટ લીધી, આૅસ્ટ્રેલિયાનો બૅટર સ્ટીવ સ્મિથ ઈજાને કારણે આઉટ

બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન ઘાયલ થયો હતો ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ.

ઑસ્ટ્રેલિયા માટે હાલમાં ૧૧ હજાર ટેસ્ટ રન પૂરા કરનાર સ્ટીવ સ્મિથ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ-મૅચમાંથી બહાર થઈ ગયો છે. બીજી ટેસ્ટ-મૅચમાં ગરદન પર વાગેલા બૉલની પીડાને કારણે સ્ટીવ સ્મિથના સ્થાને કૅમરન ગ્રીનને ત્રીજી મૅચમાં રમાડવામાં આવ્યો છે. 
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર સાઉથ આફ્રિકા પહેલા દિવસના અંતે ૮૨.૩ ઓવરમાં ૩૨૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. ઓપનર્સ એઇડન માર્કરમે ૧૪૧ બૉલમાં ૭૮ રન અને માર્કસ ઍકરમૅને ૯૪ બૉલમાં ૯૫ રન કર્યા હતા. બન્નેએ ૩૧.૪ ઓવરમાં ૧૫૮ રનની ભાગીદારી કરી હતી. ડેવિડ બેડિંગહમે ત્રીજા ક્રમે રમીને ૮૦ બૉલમાં ૫૦ રનનું યોગદાન આપ્યું હતું. કાંગારૂ સ્પિનર નૅથન લાયને બે વિકેટ અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ૬ વિકેટ લીધી હતી.

test cricket australia steve smith cricket news south africa sports news sports