SA20 લીગની પહેલવહેલી સુપર ઓવર સુપર કિંગ્સ અને સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ

03 January, 2026 01:52 PM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

જોહનિસબર્ગમાં નવા વર્ષના પહેલા દિવસે સાઉથ આફ્રિકાની SA20 લીગના ઇતિહાસની પહેલવહેલી સુપર ઓવર રમાઈ હતી. ફાફ ડુ પ્લેસીની જોબર્ગ સુપર કિંગ્સે (JSK) ૪ વિકેટ ગુમાવીને ૨૦૫ રન કર્યા હતા.

જોબર્ગ સુપર કિંગ્સના વિકેટકીપર ડોનોવન ફરેરાના ડાયરેક્ટ થ્રોને કારણે હરીફ ટીમનો પ્લેયર રનઆઉટ થયો અને મૅચ સુપર ઓવરમાં પહોંચી હતી.

જોહનિસબર્ગમાં નવા વર્ષના પહેલા દિવસે સાઉથ આફ્રિકાની SA20 લીગના ઇતિહાસની પહેલવહેલી સુપર ઓવર રમાઈ હતી. ફાફ ડુ પ્લેસીની જોબર્ગ સુપર કિંગ્સે (JSK) ૪ વિકેટ ગુમાવીને ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં એઇડન માર્કરમની ડર્બન સુપર જાયન્ટ્સ (DSG) ટીમે ૮ વિકેટ ગુમાવીને ૨૦૫ રન કર્યા હતા. 

ટુર્નામેન્ટની પહેલી સુપર ઓવરમાં ડર્બન સુપર જાયન્ટ્સે એક વિકેટ ગુમાવીને પાંચ રન જ કર્યા હતાં. જોબર્ગ સુપર કિંગ્સે માત્ર ૩ બૉલમાં વિકેટ ગુમાવ્યા વગર ૮ રન કરીને જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં સતત ૩ મૅચ જીતીને જોબર્ગ સુપર કિંગ્સ ૧૩ પૉઇન્ટ સાથે ૬ ટીમ વચ્ચે નંબર વનનું સ્થાન ધરાવે છે.

south africa cricket news sports news sports international cricket council