પાર્લ રૉયલ્સે SA20 ટુર્નામેન્ટનો લોએસ્ટ ૪૯ રનનો સ્કોર કર્યો

29 December, 2025 10:38 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપને ૧૩૭ રને મળેલી જીત એ SA20 લીગની બીજી સૌથી મોટી જીત છે

૩ ઓવરના સ્પેલમાં માત્ર ૧૩ રન આપીને ઍન્રિક નૉર્ખિયાએ પાર્લ રૉયલ્સના મિડલ ઑર્ડરની ૪ વિકેટ ઝડપી હતી

શનિવારે મોડી રાતે સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને પાર્લ રૉયલ્સ વચ્ચે રોમાંચક મૅચ રમાઈ હતી. સનરાઇઝર્સે ૪ વિકેટ ગુમાવીને ૧૮૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાર્લ રૉયલ્સ માત્ર બે ડબલ ડિજિટના સ્કોર સાથે ૧૧.૫ ઓવરમાં ૪૯ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું.

સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપને ૧૩૭ રને મળેલી જીત એ SA20 લીગની બીજી સૌથી મોટી જીત છે. જ્યારે પાર્લ રૉયલ્સનો ૪૯ રનનો સ્કોર સૌથી લોએસ્ટ સ્કોર બન્યો છે. અગાઉ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ સામે ૨૦૨૪માં પ્રિટોરિયા કૅપિટલ્સે ૧૩.૩ ઓવરમાં માત્ર બાવન રને ઑલઆઉટ થઈને લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.

SA20 મૅચ દરમ્યાન સ્ટૅન્ડમાં એક હાથે કૅચ પકડનાર ફૅન ૧.૦૭ કરોડ રૂપિયા જીત્યો

SA20ની ચોથી સીઝનને એનો પહેલો સુપર-ફૅન મળ્યો છે. MI કેપટાઉન અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચેની મૅચમાં શતકવીર રાયન રિકલ્ટને સ્ટૅન્ડમાં સિક્સર ફટકારી હતી જેને એક યુવા ક્રિકેટ-ફૅને એક હાથે કૅચ કરી લીધી હતી. તેને આ શાનદાર કૅચ બદલ ૧.૦૭ કરોડ રૂપિયાનું કૅશ-પ્રાઇઝ મળશે. સાઉથ આફ્રિકાની આ T20 લીગમાં પહેલી સીઝનથી સુપર-ફૅન સ્પર્ધાના ભાગરૂપે એક હાથે ​ક્લિયર કૅચ પકડનારને કૅશ-પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવે છે.

ગાંગુલીની કોચિંગ-કરીઅરનો હાર સાથે પ્રારંભ થયો

પ્રિટોરિયા કૅપિટલ્સના હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીનું કોચિંગ-ડેબ્યુ હાર સાથે થયું છે. શનિવારે SA20ની ચોથી સીઝનમાં જૉબર્ગ સુપર કિંગ્સ સામે પ્રિટોરિયા કૅપિટલ્સે બાવીસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી પહેલી વખત કોઈ ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો છે. ૧૬૯ રનના ટાર્ગેટ સામે સૌરવ ગાંગુલીની ટીમ ૯ વિકેટે ૧૪૬ રન જ કરી શકી હતી. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજના નેતૃત્વવાળી પ્રિટોરિયા કૅપિટલ્સે ૧૩મી ઓવરમાં ૮૯ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ ટીમ માત્ર પહેલી સીઝનમાં ફાઇનલ સુધી પહોંચીને રનર-અપ રહી હતી. 

south africa cricket news sports sports news