21 April, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ અને સચિન
સંજુ સૅમસન હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે IPLની આગામી મૅચ રમવા માટે મુંબઈ આવ્યો છે. ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની ટક્કર પહેલાં તે મુંબઈ ટીમના મેન્ટર સચિન તેન્ડુલકરના ઘરે પહોંચ્યો હતો. ગઈ કાલે તેણે સચિનના ઘરની બહારથી ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘ધ બેસ્ટ ટી ટાઇમ.’ સંજુએ અગાઉ ખુલાસો કર્યો હતો કે સચિનની સલાહથી તેને ફૉર્મમાં પાછા ફરવામાં મદદ મળી હતી.