13 June, 2026 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માસ્ટર બ્લાસ્ટર પ્રાઇવેટ જેટમાં વહુ-દીકરી સાથે રમ્યો ક્રિકેટ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર હાલમાં રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં સચિન પ્રાઇવેટ જેટમાં વહુ-દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો.
વિડિયોની કૅપ્શનમાં સચિને લખ્યું હતું, ‘ઍલ્ટિટયુડ (ઊંચાઈ) જો ભી હો, ઍટિટ્યુડ ચેન્જ નહીં હોના ચાહિએ.’ આ વિડિયોમાં સચિન ઊંધા બૅટથી બૅટિંગ કરીને વહુ સાનિયાની બોલિંગ માટે દીકરી સારાના હાથે કૅચઆઉટ થતો જોવા મળ્યો હતો.