સચિન તેંડુલકરે  Daughter`s Day પર પુત્રી સારા તેંડુલકર સાથેની થ્રોબેક તસવીર કરી શેર

27 September, 2021 02:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોટર્સ ડે  પર સચિન તેંડુલકરે દિકરી સારા સાથે એક તસવીર શેર કરી હતી.

સચિન તેંડુલકરના ખોળામાં સારા બેઠી છે

દર વર્ષે સપ્ટેમ્બરમાં ચોથા રવિવારે ડોટર્સ ડે ( Daughter`s Day)તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ડોટર્સ ડે 26 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. ડોટર્સ ડે  2021 પર, ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરે તેની પુત્રી સારા સાથે થ્રોબેક ફોટો શેર કરી હતી. 

સચિન તેંડુલકરે શેર કરેલી તસવીરમાં સારા સચિનના ખોળામાં બેઠી છે, તેના હાથ હવામાં ઊંચા છે, જાણે છગ્ગા તરફ ઈશારો કરતી હોય. સચિને તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, `જ્યારે તમે આસપાસ હોવ, ત્યારે તે 6 ની જેમ ઉડે છે.. જે તમે આ ચિત્રમાં બનાવ્યું છે! હું બહુ ખુશ છું. મને તમારા પર ગર્વ છે અને નસીબદાર છું કે મારે તારા જેવી દીકરી છે. #daughter`s day.`

પિતાના આ પોસ્ટ પર પુત્રી સારાએ શુભેચ્છાને જવાબ આપતા લખ્યું કે, `લવ યુ`. આ સાથે જ સારાએ બે રેડ હાર્ટ ઈમોજી શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સચિન ઉપરાંત અનેક ક્રિકેટ જગતના ખેલાડીઓએ અને બૉલિવૂડના હસ્તીઓએ તેમની દિકરીઓને ડોટર્સ ડે પર શૂભેચ્છા પાઠવી હતી. 

sports news sachin tendulkar Sara Tendulkar