✕

સચિન તેન્ડુલકરે વન-ડેના એક દાવને પચીસ ઓવર્સની બે-બે ઇનિંગ્સમાં વિભાજિત કરીને રમવાનું સૂચન કર્યું

06 November, 2026 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્તમાન ફૉર્મેટને બૅટરો માટે ભારે પક્ષપાતી અને ફાસ્ટ બોલર્સના અસિસ્તત્વ માટે જોખમવાળું ગણાવ્યું.

સચિન તેન્ડુલકર

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર સચિન તેન્ડુલકરે વન-ડે ફૉર્મેટમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેડિટ પર ‘આસ્ક મી ઍનિથિંગ’ સેશનમાં સચિને વર્તમાન ફૉર્મેટને બૅટર પ્રત્યે ભારે પક્ષપાતી અને ફાસ્ટ બોલર્સના અસિસ્તત્વ માટે જોખમવાળું ગણાવ્યું.

સચિન તેન્ડુલકર કહે છે, ‘મારું સૂચન ખૂબ જ સરળ છે. ૫૦ ઓવરને ૨૫ ઓવરની બે ઇનિંગ્સમાં વિભાજિત કરો. પહેલી પચીસ ઓવરમાં ટૉસ જીતનાર ટીમ અને બીજી પચીસ ઓવરમાં હરીફ ટીમ બૅટિંગ કરશે. બાકીની ૨૫-૨૫ ઓવરમાં બન્ને ટીમો પોતાની ૫૦ ઓવરની રમત પૂરી કરશે. વિકેટને રીસેટ કરવાની જરૂર નથી અને સમગ્ર રમત દરમ્યાન ફક્ત એક જ બૉલનો ઉપયોગ કરો. આ રીતે બૅટ અને બૉલ વચ્ચેનો મુકાબલો સમાન રહશે અને બન્ને ટીમોને ઝા કળ વચ્ચે બૅટિંગ અને બોલિંગ કરવાની તક મળે છે. આ બન્ને ટીમો માટે સંતુલિત કરે છે. બોલરો સંપૂર્ણપણે થાકી જાય એ પહેલાં આપણે કંઈક કરવું પડશે.’

sachin tendulkar one day international odi cricket news team india indian cricket team sports news sports