ઇન્ડિયા A માટે ઓપનર સાઈ સુદર્શનની બૅક-ટુ-બૅક સેન્ચુરી

04 July, 2026 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજા દિવસે શ્રીલંકાને ૩૬૬ રને આૅલઆઉટ કરીને ભારતે ૧ વિકેટે ૨૪૭ રન કર્યા : સારાંશ જૈન અને ગુરનૂર બરાડને ૪-૪ વિકેટ મળી

સાઈ સુદર્શન

ઇન્ડિયા A સામેની બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે યજમાન શ્રીલંકા A ટીમે ૧૧૦ ઓવરમાં ૩૬૬ રને તમામ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસના અંતે ભારતે માત્ર એક વિકેટના નુકસાન સાથે ૬૩ ઓવરમાં ૨૪૭ રન કર્યા હતા. 
પહેલા દિવસે પાંચ વિકેટે ૨૮૮ રન કરનાર યજમાન ટીમે બીજા દિવસે પોતાની અંતિમ પાંચ વિકેટ ૬૧ રનની અંદર ગુમાવી દીધી હતી. ભારતના સ્પિનર સારાંશ જૈન અને ફાસ્ટ બોલર ગુરનૂર બરાડને ૪-૪ વિકેટ મળી હતી. 
ઓપનર સાઈ સુદર્શન ૧૮૪ બૉલમાં ૧૩ ફોરની મદદથી ૧૦૪ રન કરીને અણનમ રહ્યો હતો. આ યંગ ઓપનરે પહેલી મૅચમાં પણ સેન્ચુરી ફટકારી હતી. ત્રીજા ક્રમે રમી રહેલો દેવદત્ત પડિક્કલ પણ ૧૫૧ બૉલમાં ૧૧ ફોરને આધારે ૯૪ રન કરીને અણનમ રહ્યો હતો.

indian cricket team sri lanka test cricket sports news sports cricket news