IPLમાં બે વાર હિટ-વિકેટ થનાર સાઈ સુદર્શન પ્રથમ બૅટર

28 May, 2026 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં જ્યારે પહેલી વાર આવું થયું હતું ત્યારે ટીમ ચૅમ્પિયન બની હતી

IPLમાં બે વાર હિટ-વિકેટ થનાર સાઈ સુદર્શન પ્રથમ બૅટર

૬૫૨ રન સાથે મેદાન ગજવી રહેલો ગુજરાત ટાઇટન્સનો સાઈ સુદર્શન મંગળવારે કમનસીબે હાથમાંથી બૅટ છૂટી જતાં હિટ-વિકેટ થઈ ગયો હતો. ટુનાર્મેન્ટમાં આવી રીતે વિકેટ ગુમાવનાર સુદર્શન પહેલો ખેલાડી નહોતો. IPL ઇતિહાસમાં અત્યાર સુધી કુલ ૧૮ બૅટરો હિટ-વિકેટ થયા છે. જોકે બે વાર આવી રીતે વિકેટ ગુમાવનાર સુદર્શન પહેલો બૅટર બની ગયો છે. તે ૨૦૨૨માં મુંબઈ સામેની મૅચમાં કાયરન પોલાર્ડના બૉલમાં હિટ-વિકેટ થયો હતો. બન્ને બનાવમાં એક સામ્ય છે કે બન્ને વખતે સુદર્શન ૧૪ રન બનાવીને આઉટ થયો હતો. હવે ચાહકો બીજા એક પુનરાવર્તનની પણ આશા રાખી રહ્યા છે, જેમ ૨૦૨૨માં ગુજરાત ચૅમ્પિયન બન્યું એમ આ વખતે પણ વિજેતા બને.

IPL 2026 sai sudharsan cricket news sports news sports gujarat titans