ઇંગ્લૅન્ડની સમર ક્રિકેટ સીઝનમાંથી સૅમ કરૅન આઉટ

21 August, 2026 01:41 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૮ વર્ષના સૅમ કરૅનને ધ હન્ડ્રેડમાં MI લંડન માટે રમતી વખતે આ ઇન્જરી થઈ હતી. બેન સ્ટોક્સની નિવૃત્તિ પછી તેના રિપ્લેસમેન્ટ તરીકે યંગ ઑલરાઉન્ડર સૅમ કરૅનને જોવામાં આવી રહ્યો હતો.

ઇંગ્લૅન્ડની સમર ક્રિકેટ સીઝનમાંથી સૅમ કરૅન આઉટ

બોલિંગ ઑલરાઉન્ડર સૅમ કરૅન ઇન્જરીને કારણે ઇંગ્લૅન્ડની સમર ક્રિકેટ સીઝનમાંથી આઉટ થઈ ગયો છે. ૨૮ વર્ષના સૅમ કરૅનને ધ હન્ડ્રેડમાં MI લંડન માટે રમતી વખતે આ ઇન્જરી થઈ હતી. બેન સ્ટોક્સની નિવૃત્તિ પછી તેના રિપ્લેસમેન્ટ તરીકે યંગ ઑલરાઉન્ડર સૅમ કરૅનને જોવામાં આવી રહ્યો હતો. પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડની સ્ક્વૉડમાં સૅમ કરૅનને એન્ટ્રી મળે એવી સંભાવના હતી. આ ઇન્જરીને કારણે સૅમ કરૅનની ટેસ્ટ-ક્રિકેટમાં વાપસી વધુ લંબાઈ છે. ૨૦૧૮માં ૧૯ વર્ષની ઉંમરે ટેસ્ટ-ડેબ્યુ કરનાર સૅમ કરૅને ૨૪ ટેસ્ટ-મૅચ રમી છે અને છેલ્લે ૨૦૨૧માં આ ફૉર્મેટમાં રમ્યો હતો.

cricket news england london sports news sports