03 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસન
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટજગતમાં ચર્ચા છે કે રાજસ્થાન રૉયલ્સ માટે અગિયાર સીઝન રમનાર સંજુ સૅમસન આગામી IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ થઈ શકે છે. ચેન્નઈ ટીમના એક અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી છે કે ‘અમે ચોક્કસપણે સંજુ પર નજર રાખી રહ્યા છીએ. તે એક ભારતીય બૅટ્સમૅન છે જે કીપર અને ઓપનર બન્ને છે. એથી જો તે ઉપલબ્ધ થશે તો અમે ચોક્કસપણે તેને અમારી ટીમમાં ઉમેરવાના વિકલ્પ પર વિચાર કરીશું.’
આગામી સીઝનની શરૂઆત થાય એ પહેલાં ટ્રેડિંગ વિન્ડો દરમ્યાન બે ટીમો એકબીજા સાથે વાતચીત કરીને પોતાના પ્લેયર્સની આપ-લે કરી શકશે. જોકે IPL દરમ્યાન ચેન્નઈએ પોતાના પ્લેયર્સ માટે ટ્રેડિંગનો આશરો લેવો પડ્યો હોય એવા કિસ્સા ઓછા બન્યા છે.
અહેવાલ અનુસાર રાજસ્થાન રૉયલ્સના છ પ્લેયર્સની આપ-લે માટે વિવિધ ટીમોએ સંપર્ક કર્યો છે.