09 September, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસને
ભારતના સ્ટાર બૅટર સંજુ સૅમસને ભારતભરમાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે નવી પહેલ શરૂ કરી છે. સંજુ સૅમસને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષા માટે કોચિંગ મેળવવામાં સમગ્ર ભારતમાંથી ૧૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સ્કૉલરશિપની જાહેરાત કરી છે.
ભારતીય વિકેટકીપર-બેટર સંજુ સૅમસને લીડ IAS ઍકૅડેમી સાથે ભાગીદારીમાં સંજુ સૅમસન ફાઉન્ડેશન દ્વારા આ પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવા માટે રચાયો છે કે લાયક વિદ્યાર્થીઓ નાણાકીય મુશ્કેલીઓને કારણે સિવિલ સર્વિસિસમાં જોડાવાના તેમના સપનાને સાકાર કરવાનું ચૂકી ન જાય.