23 December, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૩૧ વર્ષના ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને ગઈ કાલે લગ્નની સાતમી વર્ષગાંઠના અવસરે પત્ની ચારુલતા રમેશ સાથેના કેટલાક રસપ્રદ ફોટો શૅર કર્યા હતા. ફોટો શૅર કરી સંજુએ પત્નીને પોતાની સુપરસ્ટાર અને સુપરસ્પેશ્યલ ગણાવી હતી. આ નવાનક્કોર ફોટોમાં બન્નેનો ગળે મળતો બાળપણનો ફોટો પણ સામેલ હતો.
અહેવાલ અનુસાર બન્ને એક જ કૉલેજમાં ભણતાં હતાં અને ફેસબુક-મેસેજથી લવ-સ્ટોરી શરૂ થઈ હતી. બન્ને એકબીજાને બાળપણથી ઓળખે છે એવા કોઈ અહેવાલ મળ્યા નથી. કેટલાક ફૅન્સ આ બાળપણનો ફોટો AI ઇમેજ હોય એવો દાવો કરી રહ્યા છે. આ કપલના ફોટોને ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.