સરફરાઝ ખાનના પપ્પા ૬ મહિનામાં ૩૮ કિલો વજન ઘટાડીને ગોળમટોળમાંથી બન્યા ફિટ ઍન્ડ ફાઇન

14 October, 2025 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર ૫૪ વર્ષના નૌશાદ ખાને પોતાના વર્કઆઉટની સાથે છ મહિના પહેલાંનો અને પછીનો ફોટો શૅર કર્યો હતો

નૌશાદ ખાન પહેલાં અને હવે

ભારતના વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાને હાલમાં બે મહિનાની અંદર ૧૭ કિલોથી વધુ વજન ઉતાર્યું હતું, પરંતુ તેના પપ્પા અને મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર નૌશાદ ખાને ૬ મહિનાની અંદર ૩૮ કિલો વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા છે. સોશ્યલ મીડિયા પર ૫૪ વર્ષના નૌશાદ ખાને પોતાના વર્કઆઉટની સાથે છ મહિના પહેલાંનો અને પછીનો ફોટો શૅર કર્યો હતો. પહેલાં ગોળમટોળ દેખાતી બાપ-દીકરાની આ જોડી ડાયટમાં ફેરફાર અને વર્કઆઉટ પર ફોકસ કરીને ફિટ ઍન્ડ ફાઇન બની છે.

sarfaraz khan cricket news sports sports news