સવિતા પુનિયાએ વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી

29 August, 2026 07:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મદદ માટે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, રિલાયન્સ ફાઉન્ડેશનનું પણ ધ્યાન દોર્યું, ભારતીય વિમેન્સ હૉકી ટીમની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગ (WHIL)ને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે.

સવિતા પુનિયાએ વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગને બચાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી

ભારતીય વિમેન્સ હૉકી ટીમની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગ (WHIL)ને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને સવિતા પુનિયાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર અપીલ કરી હતી. 
સવિતા પુનિયાએ લખ્યું કે ‘વર્તમાન વર્લ્ડ કપમાં પાંચમા ક્રમે રહેલી ભારતીય ટીમની ઘણી ખેલાડીઓ વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગમાંથી આવી છે. વિમેન્સ હૉકી ઇન્ડિયા લીગ હાલમાં ઊંચા ખર્ચ, ઓછી આવક, વિલંબિત ચુકવણીઓ, ઓછી સ્પૉન્સરશિપને કારણે ગંભીર નાણાકીય તાણનો સામનો કરી રહી છે. અમારી ટીમ જાહેરમાં અપીલ કરે છે કે કૃપા કરીને આ લીગને મરવા ન દો. નરેન્દ્ર મોદીજી, આ લીગને ટકી રહેવા માટે સમર્થનની જરૂર છે. તમારો એક શબ્દ ભાગ્ય બદલી શકે છે. મહિલાઓને સમર્થન આપો.’
 સવિતા પુનિયાએ સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયા સહિતના પ્રધાનો ઉપરાંત શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, અનન્યા બિરલા અને રિલાયન્સ ફાઉન્ડેશન જેવી અગ્રણી હસ્તીઓને WHILને ટેકો આપવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરવા પણ અપીલ કરી છે.

hockey sports news sports narendra modi social media priyanka chopra