સાયલી સાતઘરેએ ટીમને સતત બીજી જીત અપાવી

04 June, 2026 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ વિકેટ અને ૩૦ રનના શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે છવાઈ ગઈ...

સાયલી સાતઘરે

ગઈ કાલે સવારે વાનખેડે સ્ટેડિયમમાં વિમેન્સ T20 મુંબઈ લીગની બીજી મૅચમાં સોબો મુંબઈ ફાલ્કન્સે સતત બીજો વિજય મેળવ્યો હતો. મંગળવારે પ્રથમ મૅચમાં ગુજરાતી ગર્લ હર્લી ગાલાની ફટકાબાજીના જોરે ૧૬ રનથી થાણે સ્કાય રાઇઝર્સન હરાવીને શુભ શરૂઆત કરી હતી. ગઈ કાલે આકાશ ટાઇગર્સને ૭ વિકેટે હરાવીને આ ટીમે સતત બીજી જીત મેળવી હતો જેમાં ટીમની કૅપ્ટન સાયલી સાતઘરે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે છવાઈ ગઈ હતી. પહેલાં ૪ ઓવરમાં ૨૯ રનમાં ૪ વિકેટ સાથે તરખાટ મચાવીને સાયલીએ હરીફ ટીમને ૧૧૩ રન પર મર્યાદિત રાખી હતી અને પચી બીજી ઇનિંગ્સમાં બૅટ વડે કમાલ કરીને ૩૧ બૉલમાં ૪ ફોર સાથે અણનમ ૩૦ રન ફટકાર્યા તાં, જેને પગલે ટીમને ૧૫.૫ ઓવરમાં જીત અપાવી દીધી હતી. પ્રથમ મૅચની સ્ટાર હર્લી ગાલાનો આ મૅચમાં બૅટિંગમાં નંબર નહોતો લાગ્યો અને બોલિંગમાં તેણે એક ઓવરમાં ૧૦ રન આપ્યા હતા. 

અજિંક્ય રહાણેની ટીમનો સુપર વિજય

મેન્સ T20 મુંબઈ લીગમાં અજિંક્ય રહાણેની ટીમ નૉર્થ મુંબઈ પૅન્થર્સે ગઈ કાલે થ્રિલર ટાઇ બાદ સુપર ઓવરમાં જીત મેળવી હતી. આ તેમની સતત બીજી જીત હતી. ગઈ કાલે બાંદરા બ્લાસ્ટર્સ ટીમના કૅપ્ટન સુવેદ પારકરે ૪૬ બૉલમાં ફટકારેલી ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી સાથે ૫૪ બૉલમાં ૭ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૧૦ રન કર્યા હતા અને ટીમે સેકન્ડ હાઇએસ્ટ પાંચ વિકેટે ૨૨૮ રન બનાવ્યા હતા. જવાબમાં રહાણેની ટીમે ૧૫.૩ ઓવરમાં ૧૬૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. તનુષ કોટિયને ૧૪ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૨ રન ફટકારીને મૅચ ટાઇ કરાવી હતી. સુપર ઓવરમાં રહાણેની ટીમે ૨૦ રન બનાવ્યા હતા અને બાંદરા બ્લાસ્ટર્સ ૭ જ રન બનાવી શકી હતી.

t20 mumbai news cricket news sports news