27 March, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે IPL 2026ના બીજા તબક્કાનું શેડ્યુલ જાહેર કર્યું હતું. ૧૩ એપ્રિલથી ૨૪ મે દરમ્યાન ૧૨ વેન્યુ પર બાકીની ૫૦ લીગ-સ્ટેજ મૅચ રમાશે. ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમ્યાન ૧૦ વેન્યુ પર પહેલા તબક્કાની ૨૦ મૅચ રમાવાની છે. પ્લેઑફ મૅચોનું શેડ્યુલ પછીથી જાહેર કરવામાં આવશે એવી સ્પષ્ટતા ક્રિકેટ બોર્ડે કરી છે.
૧૩ માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની ટક્કરથી બીજા તબક્કાની શરૂઆત થશે. લીગ-સ્ટેજની અંતિમ અને ૭૦મી મૅચ ૨૪ મેએ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાવાની છે.
પહેલા તબક્કામાં ૪ ડબલ હેડર, જ્યારે બીજા તબક્કામાં ૮ ડબલ હેડર જોવા મળશે. બપોરની મૅચ ૩.૩૦ વાગ્યાથી અને સાંજની ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે. હૈદરાબાદ, દિલ્હી, પંજાબ અને લખનઉની ટીમ પોતાની ત્રણ મૅચ બપોરે રમશે; જ્યારે બાકીની ૬ ટીમો બે-બે મૅચ બપોરની કાળઝાળ ગરમીમાં રમશે.
આ સીઝન દરમ્યાન બૅન્ગલોરની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ અને રાયપુરમાં બે હોમ-મૅચ રમશે. પંજાબની ટીમ ન્યુ ચંડીગઢમાં ચાર અને ધરમશાલામાં ત્રણ હોમ-મૅચ રમશે. જ્યારે રાજસ્થાન ગુવાહાટીમાં ત્રણ અને જયપુરમાં ચાર હોમ-મૅચ રમશે.
ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમ વચ્ચેની ટક્કરનું આકર્ષણ સૌથી વધુ હોય છે. ચેન્નઈ અને બૅન્ગલોરની ટીમ આ સીઝનના લીગ-સ્ટેજમાં માત્ર એક વખત એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૫ એપ્રિલે ટકરાશે. બૅન્ગલોરની ટીમ મુંબઈ સામે ૧૨ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં અને ૧૦ મેએ રાયપુરમાં રમશે. મુંબઈ અને ચેન્નઈ ટીમ એકમેક સાથે આ વખતે બે વખત ટકરાશે. આ ટક્કર ૨૩ એપ્રિલે મુંબઈમાં અને બીજી મેએ ચેન્નઈમાં થશે.
૨૯ માર્ચ - કોલકાતા નાઇટ રાઇડર્સ
૧૨ એપ્રિલ - રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ
૧૬ એપ્રિલ - પંજાબ કિંગ્સ
૨૩ એપ્રિલ - ચેન્નઈ સુપર કિંગ્સ
૨૯ એપ્રિલ - સનરાઇઝર્સ હૈદરાબાદ
૪ મે - લખનઉ સુપર જાયન્ટ્સ
૨૪ મે - રાજસ્થાન રૉયલ્સ
ટ્રોફીનો ફાઇલ-ફોટો લઈ શકાશે.