માત્ર ૧૨ વર્ષની ટેણકીએ સ્કૉટલૅન્ડના ક્રિકેટરોની જર્સીની ડિઝાઇન બનાવી

21 October, 2021 04:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ટીમની જર્સીની ડિઝાઇન નક્કી કરવા સ્કૂલનાં કુલ ૨૦૦ બાળકો પાસેથી એન્ટ્રી મગાવવામાં આવી હતી, જેમાંથી રેબેકાની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી

રેબેકા ડાઉની

સ્કૉટલૅન્ડની ક્રિકેટ ટીમ બંગલા દેશ જેવી જાણીતી ટીમને હરાવે એ નવાઈ પમાડે એવી વાત ન કહેવાય, પરંતુ માનવામાં ન આવે એવી એક બાબત

એ છે કે યુએઈમાં ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા આવેલા સ્કૉટલૅન્ડના ખેલાડીઓની જાંબુડી રંગની જર્સીની ડિઝાઇન ૧૨ વર્ષની છોકરીએ તૈયાર કરી છે.

રેબેકા ડાઉની હજી તો ટીનેજ વયમાં પણ નથી પહોંચી ત્યાં તે દેશની જાણીતી ડ્રેસ-ડિઝાઇનર બની છે. આ ટીમની જર્સીની ડિઝાઇન નક્કી કરવા સ્કૂલનાં કુલ ૨૦૦ બાળકો પાસેથી એન્ટ્રી મગાવવામાં આવી હતી, જેમાંથી રેબેકાની ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. તેણે સ્કૉટલૅન્ડના રાષ્ટ્રીય પ્રતીકના રંગ પર આધારિત જર્સીની ડિઝાઇન નક્કી કરી હતી. હૅડિંગ્ટનમાં રહેતી રેબેકાએ પોતે ડિઝાઇન કરેલી આ જર્સી પહેરીને ૧૭ ઑક્ટોબરે ટીવી પર સ્કૉટલૅન્ડની મૅચ જોઈ હતી જેમાં સ્કૉટલૅન્ડે બંગલા દેશને ૬ રનથી હરાવ્યું હતું. સ્કૉટિશ પ્લેયરો વર્લ્ડ કપ માટે ઓમાન જવા રવાના થયા એ પહેલાં રેબેકાના હાથે તેમને જર્સી સુપરત કરરવામાં આવી હતી.

૧૯ ઑક્ટોબરે પપુઆ ન્યુ ગિનીને ૧૭ રનથી હરાવીને સુપર-12 રાઉન્ડમાં એણે પ્રવેશ કરી લીધો છે.

sports sports news cricket news world t20 wt20 t20 world cup scotland