29 June, 2025 12:45 PM IST | London | Gujarati Mid-day Correspondent
મૅથ્યુ મૉટ, હેન્રિક ક્લાસેન, સિકંદર રઝા
અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) 2025માં સીએટલ ઓર્કાસ ટીમ સાથે એક અનોખી ઘટના ઘટી છે. શનિવારે MI ન્યુ યૉર્ક સામેની મૅચ પહેલાં આ ટીમના હેડ કોચ મૅથ્યુ મૉટ અને કૅપ્ટન હેન્રિક ક્લાસેન પદ પરથી હટતાં જ એણે સીઝનની પહેલી જીત નોંધાવી હતી. કોચિંગ અને મૅનેજમેન્ટ વ્યૂહરચનામાં તફાવતને કારણે ૫૧ વર્ષના મૅથ્યુ મૉટને પદ પરથી હટાવવામાં આવ્યો હતો.
મૅથ્યુ મૉટના સ્થાને આ પદ કોણ સંભાળશે એની જાહેરાત હજી કરવામાં આવી નથી. જ્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર હેન્રિક ક્લાસેને સતત પાંચ હારને કારણે જાતે જ કૅપ્ટન્સી છોડી દીધી હતી. તેના સ્થાને ઝિમ્બાબ્વેના ઑલરાઉન્ડર સિકંદર રઝાને કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો.