ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી વિશે વરિષ્ઠ ભારતીય ખેલાડીઓમાં અસંતોષ?

05 August, 2026 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓએ ગૌતમ ગંભીરની કોચિંગ-શૈલી અંગે BCCI સમક્ષ ખાનગીમાં ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સતત નબળા પરિણામો વચ્ચે ડ્રેસિંગ રૂમના વાતાવરણને લઈને પણ પ્રશ્નો ઊઠ્યા છે.

ગૌતમ ગંભીર

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. ગૌતમ ગંભીર તમામ ફૉર્મેટમાં નબળાં પરિણામો બાદ નોંધપાત્ર ટીકાનો સામનો કરી રહ્યો છે. એ બધા વચ્ચે એની કોચિંગ-સ્ટાઇલ વિશેની ફરિયાદ ભારતીય ક્રિકેટ બોર્ડ સુધી પહોંચી છે. અહેવાલો અનુસાર ભારતીય ટીમના કેટલાક સિનિયર સભ્યો તેની કોચિંગ-પદ્ધતિઓથી નાખુશ છે. કેટલાક અનુભવી ખેલાડીઓએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને બૉર્ડની ઍપેક્સ કાઉન્સિલના સભ્યો સમક્ષ ગંભીરની કોચિંગ-શૈલી અંગે ખાનગીમાં ચિંતા વ્યક્ત કરી છે. ડ્રેસિંગ રૂમમાં ગંભીર વાતાવરણ અને અનિશ્ચિતતાની લાગણીઓ પ્લેયર્સમાં જોવા મળી રહી છે. 

વન-ડે વર્લ્ડ કપ 2023 પછી ૭૭ મૅચોમાં ન રમી શક્યો જસપ્રીત બુમરાહ

શ્રીલંકાની ટેસ્ટ-ટૂરમાંથી જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઇન્જરીઓને કારણે બહાર થઈ ગયો હતો. ભારતનો આ મુખ્ય ફાસ્ટ બોલર ઇન્જરીઓ અને વર્કલોડ મૅનજમેન્ટને કારણે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પછી ઘણી મૅચોમાં ગેરહાજર રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપ 2023 પછી ભારતે તમામ ફૉર્મેટની ૧૩૪ મેન્સ ઇન્ટરનૅશનલ મૅચો રમી છે. એમાંથી ૫૭ મૅચમાં જ જસપ્રીત બુમરાહ રમી શક્યો છે. બાકીની ૭૭ મૅચમાં ભારતે પોતાના આ મુખ્ય ફાસ્ટ બોલર વગર રમવું પડ્યું છે.

gautam gambhir jasprit bumrah indian cricket team board of control for cricket in india team india cricket news sports news sports