રણજી ટ્રોફીની મૅચમાં સર્વિસિસની ટીમે વિકેટ ગુમાવ્યા વગર રન-ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

04 February, 2025 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓડિશાએ આપેલો ૩૭૬ રનનો ટાર્ગેટ ઓપનરોએ ૫૧૪ બૉલમાં હાંસલ કરી લીધો

સર્વિસિસ ટીમ

રણજી ટ્રોફીની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ દરમ્યાન કટકમાં સર્વિસિસની ટીમે ઓડિશાની ટીમને ૧૦ વિકેટે હરાવીને રોમાંચક જીત મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં ઓડિશાનો સ્કોર ૧૮૦/૧૦ અને સર્વિસિસ ટીમનો સ્કોર ૧૯૯/૧૦ રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ૧૧૮.૩ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ઓડિશાએ ૩૯૪ રનનો સ્કોર ખડકીને હરીફ ટીમને ૩૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સર્વિસિસ ટીમના ઓપનર્સે ૮૫.૪ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર આ ટાર્ગેટ ચેઝ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

સર્વિસિસ ટીમના ઓપનર્સ સૂરજ વશિષ્ઠ (૧૫૪ રન) અને શુભમ રોહિલા (૨૦૯ રન)એ ઓડિશા સામે ૫૧૪ બૉલમાં ૩૭૬ રનની અણનમ પાર્ટનરશિપ કરીને ઇતિહાસ રચ્યો છે.

વિકેટ ગુમાવ્યા વગર સૌથી મોટી રન-ચેઝનો રેકૉર્ડ બનાવ્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ પાકિસ્તાનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ૧૯૯૮-’૯૯ની સીઝનમાં બન્યો હતો જેમાં સરગોધાની ટીમે લાહોર સિટી સામે વિકેટ ગુમાવ્યા વગર ૩૩૨ રન બનાવ્યા હતા.

ranji trophy odisha cricket news sports news sports