05 November, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શફાલી વર્મા
નસીબના જોરે વર્લ્ડ કપમાં એન્ટ્રી મારીને ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનીને છવાઈ જનાર શફાલી વર્માને સિનિયર ઇન્ટર-ઝોનલ T20 ટ્રોફીમાં નૉર્થ ઝોન ટીમની કૅપ્ટન બનાવવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન, નૉર્થ-ઈસ્ટ ઝોન, નૉર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન મળી ૬ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટ ગઈ કાલથી નાગાલૅન્ડમાં શરૂ થઈ હતી. વેસ્ટ ઝોનની જવાબદારી અનુજા પાટીલને સોંપવામાં આવી છે જેમાં તેજલ હસબનીસ અને કિરણ નવગિરે જેવી જાણીતી ખેલાડીઓ ઉપરાંત સાઇમા ઠાકોર, કેશા પટેલ, ઉમેશ્વરી જેઠવા અને સિમરન પટેલનો સમાવેશ છે.