આઠમી વાર પ્લેયર ઑફ ધ મૅચ બનીને શફાલી વર્માએ સ્મૃતિ, જેમિમા અને દીપ્તિને પાછળ છોડી

25 December, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શફાલી વર્માને ૬૯ રન બનાવવા બદલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો

શફાલી વર્મા

મંગળવારે વિશાખાપટનમમાં બીજી T20માં પણ ભારતીય મહિલા ટીમે દબદબો જાળવી રાખતાં ૭ વિકેટે શાનદાર જીત મેળવીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૦ની લીડ લઈ લીધી હતી. ભારતીય સ્પિનરો ઉપરાંત ઓપનર શફાલી વર્માના શાનદાર પર્ફોર્મન્સે આ મૅચ ૪૯ બૉલ બાકી રાખીને આસાનીથી જીતી લીધી હતી. ૩૪ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોર સાથે આક્રમક અણમન ૬૯ રન બનાવનાર શફાલી પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થઈ હતી.

શફાલીનો ૯૨મી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં આ આઠમો પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ હતો. આ સાથે તેણે ભારતીયોમાં આ મામલે ધુરંધરો સ્મૃતિ માન્ધના, દીપ્તિ શર્મા અને જેમિમા રૉડ્રિગ્સને પાછળ છોડીને ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ ત્રણેય ખેલાડીઓ અત્યાર સુધી ૭-૭ વખત પ્લેયર ઑફ ધ મૅચ બની છે. ૧૨ અવૉર્ડ સાથે મિથાલી રાજ ટૉપમાં અને ૧૧ અવૉર્ડ સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર બીજા સ્થાને છે.

T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વાર પ્લેયર આૅફ ધ મૅચ બનનાર ભારતીય ખેલાડીઓ

ખેલાડી

મૅચ

રન

વિકેટ

 અવૉર્ડ

મિથાલી રાજ

૮૯

૨૩૬૪

૧૨

હરમનપ્રીત કૌર

૧૮૪

૩૬૭૯

૩૨

૧૧

શફાલી વર્મા

૯૨

૨૨૯૯

૧૦

જેમિમા રૉડ્રિગ્સ

૧૧૪

૨૪૭૦

સ્મૃતિ માન્ધના

૧૫૫

૪૦૨૧

દીપ્તિ શર્મા

૧૩૦

૧૧૦૦

૧૪૮

shafali verma Jemimah rodrigues deepti sharma indian womens cricket team cricket news sports sports news