શફાલી વર્મા વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ રન કરનારી સૌથી ઝડપી અને સૌથી યુવા ખેલાડી બની

07 September, 2026 10:13 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સામેની એશિયા કપ મૅચમાં શફાલી વર્માએ વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ રન પૂર્ણ કરીને સૌથી ઝડપી અને સૌથી યુવા ખેલાડી બનવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો.

શેફાલી વર્મા

ભારતની સ્ટાર ઓપનર શફાલી વર્માએ શનિવારે પાકિસ્તાન સામેની વિમેન્સ T20 એશિયા કપ મૅચમાં ઇતિહાસ રચ્યો હતો. શફાલી વર્મા વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ રન કરવા મામલે સૌથી ઝડપી અને સૌથી યુવા ખેલાડી બની ગઈ છે. 
બાવીસ વર્ષ ૨૨૦ દિવસની ઉંમરે શફાલીએ પાકિસ્તાન સામે ૬ બૉલમાં ૧૨ રનની ઇનિંગ્સ રમવાની સાથે એક વિકેટ પણ લીધી હતી. તેણે બે બૉલમાં ૭ રન કરવાની સાથે વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ રન કરવાની સિદ્ધિ મેળવી હતી. અગાઉ આયરલૅન્ડની ગેબી લુઇસે ૨૪ વર્ષ ૩૪૭ દિવસે યંગેસ્ટ ખેલાડી તરીકે આ સિદ્ધિ મેળવી હતી. 
હરિયાણાની શફાલી વર્મા વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ૩૦૦૦ રન બનાવનારી ઓવરઑલ ૧૬મી ખેલાડી અને સ્મૃતિ માન્ધના, હરમનપ્રીત કૌર પછી ભારત માટે ત્રીજી ખેલાડી બની છે. શફાલી વર્માએ ૨૧૮૨ બૉલમાં સૌથી ઝડપી ૩૦૦૦ રન પૂર્ણ કરીને ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસા હીલીનો ૨૩૨૧ બૉલનો રેકૉર્ડ તોડ્યો હતો.

t20 international asia cup team india indian womens cricket team cricket news sports news sports