પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ જસપ્રીત બુમરાહને ૧૦/૧૦ રેટિંગ આપીને વિશ્વનો બેસ્ટ બોલર ગણાવ્યો

12 July, 2025 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. પાકિસ્તાનના ટોચના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ એક પૉડકાસ્ટમાં બુમરાહને ૧૦/૧૦ રેટિંગ આપ્યું છે.

શાહીન શાહ આફ્રિદી અને જસપ્રીત બુમરાહ

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરી છે. પાકિસ્તાનના ટોચના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ એક પૉડકાસ્ટમાં બુમરાહને ૧૦/૧૦ રેટિંગ આપ્યું છે. તે કહે છે, ‘ખરેખર તે વર્તમાન સમયનો શ્રેષ્ઠ બોલર છે. તેની સ્વિંગ, ચોકસાઈ અને અનુભવ શાનદાર છે. મને લાગે છે કે તે અત્યારનો દુનિયાનો શ્રેષ્ઠ બોલર છે.’ 

shahid afridi jasprit bumrah indian cricket team cricket news sports news