શેન વોર્નનો મોટો અકસ્માત, બાઇક 15 મીટર સુધી ઢસડાઈ ગઈ

29 November, 2021 02:34 PM IST  |  Canberra | Gujarati Mid-day Online Correspondent

સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, શેન વોર્નનો પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો.

ફાઇલ ફોટો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​શેન વોર્નને મોટરસાઈકલ અકસ્માતમાં ઈજા થઈ છે. તે પુત્ર જેક્સન સાથે મેલબોર્નમાં 300 કિલોની બાઇક ચલાવી રહ્યો હતો. દિગ્ગજ સ્પિનરને ગંભીર ઈજા થઈ નથી. તેને હિપ, ઘૂંટણ ઈજા થઈ છે. જોકે, તેના પુત્ર વિશે કોઈ માહિતી નથી કે તેને પણ ઈજા થઈ છે કે નહીં.

સિડની મોર્નિંગ હેરાલ્ડ અનુસાર, શેન વોર્નનો પુત્ર જેક્સન સાથે બાઇક ચલાવી રહ્યો હતો. તે પડી ગયો, ત્યારે તે 15 મીટરથી વધુ લાંબો ઢસડાય ગયો હતો. દુર્ઘટના બાદ વોર્ને કહ્યું કે “હું થોડો ઇજાગ્રસ્ત અને ખૂબ જ દુઃખી છું. વોર્નને ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ બીજા દિવસે સવારે તે સખત પીડામાં હતો.

52 વર્ષીય ક્રિકેટરે આ ડરથી હોસ્પિટલની મુલાકાત લીધી કે કદાચ તેને પગ અથવા તેના હિપમાં ફ્રેક્ચર થયું છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ગાબા ખાતે 8 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનરને હજુ પણ કોમેન્ટ્રી કરવાની અપેક્ષા છે.

વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન લેગ સ્પિનર ​​કહેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની 708 વિકેટ છે. આ સાથે જ તેણે વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 293 વિકેટ લીધી છે.

sports news cricket news shane warne