23 February, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે એક સમયના સાથી ઓપનર શિખર ધવનનાં આયરલૅન્ડમાં જન્મેલી ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેનાં લગ્ન રોહિત શર્માએ પત્ની રિતિકા સાથે માણ્યાં હતાં. સોશ્યલ મીડિયામાં આ ફોટો વાઇરલ થયા બાદ ચાહકોએ રોહિત ધવનનાં પ્રથમ લગ્નમાં હાજર રહ્યો હતો એના ફોટોઓ પણ શૅર કર્યા હતા.
રોહિત-રિતિકા ઉપરાંત સુરેશ રૈના પણ પત્ની પ્રિયંકા સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. આ ઉપરાંત રાહુલ દ્રવિડ, ઇરફાન પઠાણ સહિત અનેક ક્રિકેટરમિત્રો તેને નવી ઇનિંગ્સની શુભેચ્છા આપવા હાજર રહ્યા હતા.