25 February, 2026 11:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શિખર ધવન
શિખરે વધુમાં લખ્યું હતું કે ‘આ મારા જીવનનો એક નવો અધ્યાય છે. મારા ચાહકો, મિત્રો, પરિવાર, શુભેચ્છકો અને મીડિયા તરફથી મને મળેલા પ્રેમ અને આશીર્વાદ માટે હું ખરેખર આભારી છું. હું લોકોને ભારપૂર્વક વિનંતી કરું છું કે સોશ્યલ મીડિયા પર લોકોની લાઇક મેળવવા અસંવેદનશીલ અને ખોટાં નિવેદનોથી મારું નામ કલંકિત ન કરો. ચાલો, પ્રેમ અને સકારાત્મકતા ફેલાવીએ.’
કઈ વાઇરલ પોસ્ટને કારણે શિખર ધવને આપવું પડ્યું નિવેદન?
આ વાઇરલ પોસ્ટ શિખર ધવનની પહેલી પત્ની આયેશા મુખરજી સાથે જોડાયેલી હોવાથી શિખર ધવનને નિવેદન આપવાની ફરજ પડી હતી. આ પોસ્ટમાં શિખર ધવનને એવું કહેતો દર્શાવ્યો છે કે ‘મારી ભૂતપૂર્વ પત્નીએ એક વાર કહ્યું હતું કે આપણા અલગ થયા પછી કોઈ તારી સાથે લગ્ન કરશે નહીં.’ પોસ્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે શિખર ધવને બીજાં લગ્ન કરીને તેની ભૂતપૂર્વ પત્નીને જોરદાર જવાબ આપ્યો છે. જોકે શિખર ધવને આવું નિવેદન આપ્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.