રવિવારે શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા મહિલા, બાળકો અને પુરુષો માટે ક્રિકેટ-ઉત્સવ

24 January, 2026 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા વાગડ સમાજનાં બાળકો, મહિલાઓ અને પુરુષો માટે ૨૫-૧-૨૦૨૬ રવિવારે ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કાલિના, સાંતાક્રુઝ-પૂર્વમાં એક મેગા ક્રિકેટ-ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા વાગડ સમાજનાં બાળકો, મહિલાઓ અને પુરુષો માટે ૨૫-૧-૨૦૨૬ રવિવારે ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કાલિના, સાંતાક્રુઝ-પૂર્વમાં એક મેગા ક્રિકેટ-ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૧૦.૦૦ વાગ્યે એની ભવ્ય ઓપનિંગ સેરેમની કરવામાં આવશે. વાગડ સમાજમાં આ ક્રિકેટ-ઉત્સવ માટે ખૂબ જ ઉમંગ જોવા મળી રહ્યો છે. ૯થી ૧૦ વર્ષ, ૧૨થી ૧૫ વર્ષ, મહિલાઓ માટે ૧૫ વર્ષથી ઉપર અને ૧૮થી ૪૦ વર્ષના પુરુષોની મૅચ રમાડવામાં આવશે.

આ બધી મૅચ ડે-નાઇટ એટલે કે સવારે ૧૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી રમાડવામાં આવશે. રિચ લેડી ક્રિકેટ-ઉત્સવમાં પધારનાર પ્રેક્ષકો તેમ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલા ખેલાડીઓ માટે લકી ડ્રૉ વિનરને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે.

શ્રી વાગડ કલા કેન્દ્રના ક્રિકેટ કમિટીના ચૅરમૅન દામજીભાઈ બુરીચાએ જણાવ્યું હતું કે ‘આ ક્રિકેટ-ઉત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પધારશે. પધારનાર દરેક પ્રેક્ષક માટે સરપ્રાઇઝ ગિફ્ટ પણ રાખવામાં આવી છે.’

VPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે સ્કૉર્ચર્સ અને વિમલ વિક્ટર્સનો વિજય

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત  VPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઈ કાલે સાતમી અને આઠમી મૅચમાં અનુક્રમે સ્કૉર્ચર્સે અને વિમલ વિક્ટર્સે વિજય મેળવ્યો હતો. આ મૅચોનો ટૂંકો સ્કોર આ મુજબ રહ્યો હતો...
ટૉપ 10 લાયન્સ વિ. સ્કૉર્ચર્સ
સ્કૉર્ચર્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું.
ટૉપ 10 લાયન્સ – ૧૪૫/૪ (૨૦ ઓવર્સ)
સ્કૉર્ચર્સ – ૧૪૬/૩ (૧૬.૫ ઓવર્સ)
સ્કૉર્ચર્સે ૭ વિકેટથી વિજય મેળવ્યો.
મૅન ઑફ ધ મૅચ : રોમલ મોતીલાલ ગડા – લાકડિયા (સ્કૉર્ચર્સ) : ૨૮ બૉલમાં ૪૦ રન
આરએસએસ વૉરિયર્સ વિ. વિમલ વિક્ટર્સ
આરએસએસ વૉરિયર્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું.
આરએસએસ વૉરિયર્સ – ૧૧૯/૬ (૨૦ ઓવર્સ)
વિમલ વિક્ટર્સ – ૧૨૧/૦ (૧૨ ઓવર્સ)
વિમલ વિક્ટર્સે ૧૦ વિકેટથી વિજય મેળવ્યો.
મૅન ઑફ ધ મૅચ : અભિષેક રાજેશ ફરિયા – આધોઈ (વિમલ વિક્ટર્સ) : ૩૮ બૉલમાં ૭૫ રન (નૉટઆઉટ); ૪ ઓવરમાં ૩૦ રન, ૧ વિકેટ
આગામી મૅચ
૪ ફેબ્રુઆરી ૨૦૨૬, સવારે ૯.૩૦ વાગ્યે
રંગોલી વાઇકિંગ્સ વિ. એમ્પાયર વૉરિયર્સ
૪ ફેબ્રુઆરી ૨૦૨૬, બપોરે ૧ વાગ્યે
જૉલી જૅગ્વાર્સ વિ. કલ્પલબ્ધિ બુલ્સ

kalina santacruz gujarati community news cricket news sports news