શ્રેયંકા પાટીલની ટીમ બાર્બેડોઝ રૉયલ્સે WCPL ટાઇટલ જીતવાની હૅટ-ટ્રિક કરી

19 September, 2025 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયાના ઍમૅઝૉન વૉરિયર્સે ફાઇનલ મૅચમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતીય સ્પિનર શ્રેયંકા પાટીલ

ભારતીય સ્પિનર શ્રેયંકા પાટીલની ટીમ બાર્બેડોઝ રૉયલ્સે વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગમાં ટાઇટલ જીતવાની હૅટ-ટ્રિક કરી હતી. ૨૦૨૨ની પહેલી સીઝનમાં ટ્રિન્બેગો નાઇટરાઇડર્સ સામે ફાઇનલ હારનાર બાર્બેડોઝ રૉયલ્સે ૨૦૨૩ અને ૨૦૨૪ બાદ ત્રીજી વખત આ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 

ગયાના ઍમૅઝૉન વૉરિયર્સે ફાઇનલ મૅચમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતની સ્પિનર શ્રેયંકા પાટીલે ફાઇનલ મૅચમાં નવમા ક્રમે બૅટિંગમાં આવીને બે ફોર સાથે ૬ બૉલમાં ૧૦ રન ફટકારીને વિકેટ સાચવી રાખી હતી. ટીમે ૧૯.૪ ઓવરમાં ૭ વિકેટે ૧૩૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શ્રેયંકા પાટીલ ૨૦૨૩માં ગયાના ઍમૅઝૉન વૉરિયર્સ માટે રમ્યા બાદ આ વર્ષે બાર્બેડોઝ ટીમમાં જોડાઈ હતી. 

sports news sports cricket news womens premier league indian cricket team