01 July, 2025 10:57 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર, તેની બહેન શ્રેસ્તા ઐયરે
IPL અને T20 મુંબઈ લીગની બૅક-ટુ-બૅક ફાઇનલ મૅચ હારનાર મુંબઈનો સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર હાલમાં સૂટ પહેરીને ફૉર્મ્યુલા કારરેસિંગ ટ્રૅક પર જોવા મળ્યો હતો. એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન ઐયરે દુબઈના ઑટોડ્રોમના ટ્રૅક પર ૯૬ નંબરનો રેસિંગસૂટ પહેરીને ટ્રૅક પર ઊતરીને ફૅન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેની બહેન શ્રેસ્તા ઐયરે શૅર કરેલા ફોટોમાં T20 મુંબઈ લીગની તેની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળ્યો હતો.