IPL મિની ઑક્શનમાં જોવા મળશે શ્રેયસ ઐયરનો સ્ટાર પાવર?

12 December, 2025 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેડ કોચ રિકી પૉન્ટિંગની ગેરહાજરીમાં તે મિની ઑક્શનમાં સ્ટાર પાવરરૂપે ચમકતો જોવા મળશે

શ્રેયસ ઐયર

UAEના અબુ ધાબીમાં ૧૬ ડિસેમ્બરે આયોજિત IPL મિની ઑક્શનમાં પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર હાજરી આપે એવી અપેક્ષા છે. હેડ કોચ રિકી પૉન્ટિંગની ગેરહાજરીમાં તે મિની ઑક્શનમાં સ્ટાર પાવરરૂપે ચમકતો જોવા મળશે. ડિસેમ્બર ૨૦૨૩માં IPL ઑક્શન દરમ્યાન ઇન્જર્ડ રિષભ પંતે દિલ્હી કૅપિટલ્સની ઑક્શન ટીમ સાથે હાજર રહીને સૌને ચોંકાવ્યા હતા.

૧૭ ડિસેમ્બરથી શરૂ થતી ઍડીલેડની ટેસ્ટ-મૅચમાં કૉમેન્ટરીની ડ્યુટી હોવાથી ૧૬ ડિસેમ્બરે રિકી પૉન્ટિંગ અધુ ધાબીના ઑક્શનમાં હાજર રહે એ શક્યતા ઓછી છે. બરોળની ઇન્જરીને કારણે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર થયેલો શ્રેયસ ઐયર મહત્ત્વના ૮ સભ્યો સાથે ઑક્શન હૉલમાં હાજર રહેશે. પંજાબ કિંગ્સે બે વિદેશી સહિત ૪ જણના સ્લૉટ માટે પ્લેયર્સ ખરીદવાના છે. ટીમ પાસે હજી ૧૧.૫૦ કરોડ રૂપિયાનું બજેટ બાકી છે.

shreyas iyer punjab kings indian premier league IPL 2026 ricky ponting cricket news sports sports news