19 November, 2025 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયરે એક ક્યુટ ફોટો શૅર કરીને પોતાના ઘરના નવા સભ્યનો પરિચય આપ્યો છે
ભારતના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરે એક ક્યુટ ફોટો શૅર કરીને પોતાના ઘરના નવા સભ્યનો પરિચય આપ્યો છે. તેણે શૅર કરેલા ફોટોમાં તેની મમ્મી રોહિણી ઐયર ઘરમાં એક નાનકડા ગલૂડિયાને લઈને ઊભી હતી. શ્રેયસ ઍન્ડ ફૅમિલીએ ટૉય પૂડલ પ્રજાતિની ફીમેલ ડૉગનું નામ આર્ચી રાખ્યું છે.
ગયા સપ્ટેમ્બર મહિનામાં શ્રેયસ ઐયરના જૂના ડૉગનું અવસાન થયું હતું. ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં બરોળની ઇન્જરી થતાં મુંબઈનો આ સ્ટાર બૅટર સિડનીમાં સારવાર માટે રોકાયો હતો. જોકે તેની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી તે મુંબઈ પરત ફર્યો હોવાનાં અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે.