ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં શ્રેયસ બન્યો ઇમ્પૅક્ટ પ્લેયર

14 February, 2025 09:33 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં શ્રેયસ ઐયરને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો

શુભમન ગિલે ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ આપીને શ્રેયસ ઐયરને સન્માનિત કર્યો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ જીત્યા બાદ ડ્રેસિંગ રૂમમાં શ્રેયસ ઐયરને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે ફાસ્ટ બોલર હર્ષિત રાણા, વાઇસ કૅપ્ટન શુભમન ગિલ અને મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરની ફીલ્ડિંગની પ્રશંસા કરી આ મેડલ માટે નૉમિનેટ કર્યા હતા. શ્રેયસ ઐયરે આ સિરીઝમાં બે શાનદાર રનઆઉટ કર્યા હતા અને એક જબરદસ્ત કૅચ પકડ્યો હતો. પ્લેયર ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીતનાર શુભમન ગિલ (૨૫૯ રન) બાદ ઐયર (૧૮૧ રન) આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બીજો પ્લેયર છે.

ahmedabad narendra modi stadium shreyas iyer shubman gill harshit rana indian cricket team cricket news sports news sports