અભિષેક શર્માના પપ્પાએ આપ્યો શુભમન ગિલને પુરસ્કાર

08 September, 2026 07:39 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

શુભમન ગિલે શેર-એ-પંજાબ T20 લીગમાં પહેલી વખત રમતાં ૨૧ બૉલમાં ૪૦ રન ફટકાર્યા હતા. ફાઝિલકા ફાલકન્સે લુધિયાણા લાયન્સને એક રને હરાવી રોમાંચક જીત મેળવી હતી.

શુભમન ગિલ અને અભિષેક શર્માના પપ્પા રાજ કુમાર શર્મા.

શેર-એ-પંજાબ T20 લીગની પહેલી સીઝનમાં ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનો કૅપ્ટન શુભમન ગિલ ગઈ કાલે પહેલી વખત રમ્યો હતો. વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને તે અર્શદીપ સિંહની ટીમ લુધિયાણા લાયન્સ સામે ફાઝિલકા ફાલકન્સ માટે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. 
ફાઝિલકાએ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૦ રન કર્યા હતા. ૧૭૧ રનના ટાર્ગેટના જવાબમાં લુધિયાણા ૭ વિકેટે ૧૬૯ રન કરીને એક રને હાર્યું હતું. શુભમન ગિલે ઓપનિંગમાં ઊતરીને ૧૯૦.૪૮ના સ્ટ્રાઇક-રેટ સાથે ૭ ફોર અને એક સિક્સની મદદથી ૨૧ બૉલમાં ૪૦ રન કર્યા હતા. 
આ મૅચમાં સૌથી વધુ ફોર ફટકારવા બદલ શુભમન ગિલને અભિષેક શર્માના પપ્પા રાજ કુમાર શર્માના હાથે પુરસ્કાર મળ્યો હતો.

shubman gill abhishek sharma arshdeep singh t20 punjab ludhiana cricket news sports news sports