સ્મૃતિ માન્ધના સુપરવુમન

29 December, 2025 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બની ગઈ છે ફાસ્ટેટ ૧૦,૦૦૦ ઇન્ટરનૅશનલ રન કરનારી મહિલા ક્રિકેટર : આ માઇલસ્ટોન હાંસલ કરનારી જગતની માત્ર ચોથી વુમન પ્લેયર

સ્મૃતિ માન્ધના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરી લીધા હતા. આ સિદ્ધિ મેળવનારી તે જગતની માત્ર ચોથી મહિલા ક્રિકેટર છે અને બધામાં ફાસ્ટેસ્ટ છે. આ પહેલાં આ સીમાચિહ્‌ન ભારતની મિતાલી રાજ, ન્યુ ઝીલૅન્ડની સુઝી બેટ્સ અને ઇંગ્લૅન્ડની શાર્લોટ એડવર્ડ્‍સ જ પાર કરી શક્યાં છે. ગઈ કાલે શ્રીલંકા સામેની T20 મૅચમાં રમવા ઊતરી ત્યારે આ સિદ્ધિ મેળવવા માટે તેને માત્ર ૨૭ રનની જરૂર હતી. સ્મૃતિએ ગઈ કાલની મૅચમાં ૮૦ રન કર્યા હતા. હવે તેના ૧,૦૫૩ રન થઈ ગયા છે. સ્મૃતિએ વન-ડે ક્રિકેટમાં ૫૩૨૨ રન, T20 ક્રિકેટમાં ૪૦૨૨ રન અને ટેસ્ટ-ક્રિકેટમાં ૬૨૯ રન કર્યા છે. સ્મૃતિએ કુલ ૨૮૧ ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં આ રેકૉર્ડ સર્જ્‍યો છે. મિતાલી રાજે આ સિદ્ધિ ૨૯૧ ઇનિંગ્સમાં મેળવી હતી. શાર્લોટ એડવર્ડ્‍સે ૩૦૮ ઇનિંગ્સમાં ૩૧૪ ઇનિંગ્સમાં અને સુઝી બેટ્સે ૩૧૪ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સ્મૃતિ હવે મિતાલી (૧૦,૮૬૮), સુઝી (૧૦,૬૫૨ રન) અને શાર્લોટ (૧૦,૨૭૩)ને પાછળ રાખીને હાઇએસ્ટ સ્કોરર બની જાય એ દિવસ પણ દૂર નથી.

smriti mandhana indian womens cricket team india cricket news sports sports news