18 April, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને ગઈ કાલે રત્નાગિરિ જેટ્સની આઇકૉન પ્લેયર તરીકે જાહેર કરવામાં આવી છે. તે વિમેન્સ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (WMPL)માં આગામી ત્રણ વર્ષ માટે આ ટીમની આઇકૉન એટલે કે મુખ્ય પ્લેયર બની રહેશે. WMPLની પહેલી સીઝન ગયા વર્ષે જૂનમાં રમાવાની હતી, પરંતુ સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમની ભારતની ટૂરને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી અને બાદમાં એના આયોજન માટે યોગ્ય તારીખ મળી શકી નહોતી. રત્નાગિરિ જેટ્સે સતત બે વર્ષથી મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ મેન્સ ટુર્નામેન્ટ જીતી છે.